ડીસા નગરપાલિકાના બોર પરથી વારંવાર ચોરી: કોર્પોરેટરે ચીફ ઓફિસર સામે કાર્યવાહીની માગ કરતા ફરિયાદ નોંધાઇ; પાંચ વાર ચોરી છતાં ફરિયાદ બાબતે ગંભીર નહીં

ડીસા નગરપાલિકા હસ્તકના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પાણીના બોર પરથી બે વખત કેબલ વાયરની ચોરી થઈ હતી. જ્યારે એસ સી ડબલ્યુ હાઇસ્કુલ કમ્પાઉન્ડમાં આવેલા પાણીના બોર પરથી તેમજ રાજપુર વિસ્તારમાં આવેલા પાણીના બોર પરથી બે વખત કેબલ વાયરની ચોરી થઈ હતી. આ ઉપરાંત ડીસા કોલેજ રોડ ઉપર લગાવેલા સ્ટ્રીટ લાઇટની પણ ચોરી થઈ હતી. આ બાબતે ડીસાના નગરજનો તેમજ ડીસા વોર્ડ નંબર ચારના આમ આદમીના કોર્પોરેટર તેમજ આમ આદમી પાર્ટીના ડીસા શહેર પ્રમુખ વિજય દવે ચીફ ઓફિસરને વારંવાર લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરી આ ચોરી બાબતે પોલીસ ફરિયાદ નોંધાવા જણાવ્યું હતું.