જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર માં આજે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ તથા RAF ગ્લોબલ  તેમજ  આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ માળીયા હાટીના ના સંયુક્ત ઉપક્રમે  વિનામૂલ્યે નેત્રનિદાન તથા ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

ત્યારે આ કેમ્પ નું આયોજન માળીયા હાટીના શહેર માં આવેલ વણિક મહાજન વડી ખાતે કરવામાં આવ્યું હતું આ  કેમ્પમાં ડો આભાબેન શેઠ તથા આંખના સર્જન ડો પ્રવીણ રાઠોડ દ્વારા આવેલા દર્દીઓ ને પ્રવચન આપ્યું હતું  જ્યારે રઘુભાઈ દવે,અશોકભાઈ ભાટ, પ્રવીણભાઈ ભભાણા ,સીરાજભાઈ સમનાણી,દેવાંણદભાઈ  દરજી, કાસમભાઈ તેમજ RAF ગ્લોબ ના સ્ટાફે આ કેમ્પ ને સફળ બનાવવા માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું

જ્યારે આ કેમ્પમાં ડો પ્રવીણ રાઠોડ દ્વારા 300 જેટલા દર્દી ને તપસ્યા હતા જેમાંથી 70 જેટલા દર્દીઓને રાજકોટ ખાતે વિનામૂલ્યે ઓપરેશન માટે મોકલી આપવામાં આવ્યા હતા 

ઉલ્લેખનીય છે કે માળીયા હાટીના શહેર મુકામે દર મહિને આવી રીતે આંખ નો કેમ્પ યોજવામાં આવે છે અને માળીયા હાટીના તાલુકા ના ગામડાઓમાંથી બહોળી શખ્યામાં લોકોએ આ કેમ્પ નો લાભ લઇ અને પોતાની આંખોની રોશની પરત મેળવી છે