જૂનાગઢ પંથક અને એમાં પણ ગરવા ગિરનાર ની છત્ર છાયા ત્યારે આ જૂનાગઢ માટે એક દુહો પ્રચલિત છે ઉંચો ગઢ ગિરનાર વાદળ સાથે વાતું કરે ......

ત્યારે આવા જૂનાગઢ માં ગરવા ગિરનાર ની ગોદ માં સમાજ સેવા અને શિક્ષણ ની જ્યોત જગાવનાર તેજસ્વી વ્યક્તિત્વ ધરાવનાર જૂનાગઢ સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ ના ટ્રસ્ટી હરિસિંહ પરમાર કે જેઓને કારડીયા રાજપૂત સમાજ જૂનાગઢ ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે સોસીયલ મીડિયામાં તેમના ચાહકો દ્વારા ઠેર ઠેર શુભેશાઓ નો વરસાદ થઈ રહીયો છે 

ત્યારે માળીયા હાટીના તાલુકા આમ આદમી પાર્ટી ના ઉપ પ્રમુખ અને કિસાન મોરચા સંઘ ના શેલેષભાઈ જી.પરમાર તેમજ કારડીયા રાજપૂત સમાજ ના બાબુભાઇ અરશીભાઈ પરમાર ,તેમજ દેવગામ ગામ ના સરપંચ વિરાભાઈ કરમટા ,ઉપ સરપંચ જેસીગભાઈ દેવદાસભાઈ પરમાર ,માજી સરપંચ હરિભાઈ ગોવિદભાઈ જાદવ, સંજયભાઈ બાબુભાઈ પરમાર તેમજ LIC ના ભરતભાઇ વરજાગભાઈ ,તેમજ અંકુર વિદ્યાલય અમરાપુર ના ભગતભાઈ ઉકાભાઈ ઝણકાત દ્વારા હરિસિંહ પરમાર સમાજ ના નેંતૃત્વ માં ઉત્તરોઉતર પ્રગતિ ના શિખરો સર કરે તેવી અભ્યર્થના સાથે તેમની નામના વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી