આજાદી ના અમૃત મહોત્સવ તથા મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રા ની ૯૩મી વર્ષગાંઠ નિમિતે  નિયામક અને સંગ્રહલાય વિભાગ,તથા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક  પ્રવૃત્તિઓ ,જૂનાગઢ મ્યુઝીયમ -જૂનાગઢ દ્વારા ગાંધી ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે 

ત્યારે તારીખ 17 માર્ચ થી 4 એપ્રિલ સુધી વિવિધ મહાત્મા ગાંધીજી સંદર્ભીત ફિલ્મ દર્શાવવામાં આવશે.જૂનાગઢ માં તાજ મંજિલ ઓપેરા હાઉસ ખાતે બપોર ના સમયે 3 થી 6 ના સમય માં દર્શાવવામાં આવશે જેમાં 17 માર્ચ ના ગાંધી ફિલ્મ, 19 માર્ચ ના મેકિંગ આફ ધ મહાત્મા, તારીખ 21 માર્ચ ના મહાત્મા દ જ્યારે  20 માર્ચ ના સેનસુયરી પફેટ, 24 માર્ચ ના મહાત્મા લાઈફ ઓફ ગાંધીજી 1869-1948, જ્યારે 28 માર્ચ ના રોજ નાઇન આવર્સ ઓફ રામ, તેમજ 2 એપ્રિલ ના રોજ ગાંધીગીરી અને તારીખ 4 એપ્રિલ ના રોજ ગાંધીજી ટુ હિટલર જેવી ફિલ્મો દર્શાવવામાં આવશે ત્યારે આ લાભ લેવા માટે સંગ્રહલાય ના ક્યુરેટર ડો.શેફાલીકા અવસ્થિએ અનુરોધ કર્યો છે