તારાપુર તાલુકાની જૂની રેલ પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષકશ્રી છગનભાઈ પરમારે બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આણંદ જિલ્લાની તારાપુર તાલુકાની જૂનીરેલ પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષકશ્રી છગનભાઈ પરમાર દ્ધારા તિથિ ભોજન તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.

પાંચ વર્ષ પહેલાં આજ શાળામાંથી નિવૃત્ત થનાર શિક્ષકશ્રી છગનભાઈ પરમારે પોતાની સાથે ફરજ બજાવી ચુકેલા શિક્ષકોને આમંત્રી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજયના નાગરિકોને પોતાના સ્વજનોની જન્મ તિથિ,પુણ્ય તિથિ તેમજ સારા પ્રસંગોએ ગામની પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવા આહ્વાન કર્યું હતું.તેને રાજયભરમાં વ્યાપક પ્રતિસાદ સાંપડયો છે. નિવૃત્ત શિક્ષક દ્વારા બાળકોને તિથિ ભોજન આપવા સાથે અગાઉ શાળામાં ફરજ બજવી ચુકેલ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

શાળાના ફરજ બજાવી ચૂકેલા શ્રી વિરમભાઈ રબારીએ પોતાના કાર્યકાળમાં શાળામાં કરેલ કામગીરીને વાગોળી હાલની કામગીરીને પણ વખાણી હતી.

જુની રેલ પ્રાથમિક શાળામાં બાળકોના સુંદર ભાવિ માટે શિક્ષકોને પૂર્ણ નિષ્ઠા સાથે કર્મયોગ કરવા અનુરોધ કર્યો હતો.

નિવૃત્ત શિક્ષક શ્રી છગનભાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું જિજ્ઞેશભાઈએ પણ બાળકો સાથે સંવાદ કર્યો હતો. શાળાના આચાર્યશ્રીએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે બાળકો, ગ્રામજનો,પે સેન્ટર શાળા ના આચાર્ય તથા શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ખાસ રિપોર્ટ: ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર ૬૩૫૨૨૪૯૯૪૨ / ૯૯૨૪૦૯૫૨૮૭