જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર ખાતે આગામી દિવસો માં રામ નવમી નો તહેવાર આવતો હોય ત્યારે આ તહેવાર ને ધામધૂમ પૂર્વક ઉજવવા માટે આગેવાનો ની એક બેઠક મળી હતી

આગામી તારીખ 30.03.2023 ના રોજ ભગવાન શ્રી રામ નો જન્મ દિવસ એટલે કે રામનવમી આવી રહી છે ત્યારે આ તહેવાર ને માળીયા હાટીના શહેર માં ધામધૂમ પૂર્વક ઉજવવા માટે ની ત્યારીઓ ના ભાગ રૂપે આજે માળીયા હાટીના ગ્રામ પંચાયત ના મેદાન માં વિશ્વહિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને ગૌવરક્ષા દળ ના કાર્યકર્તાઓ ની સંયુક્ત મીટીંગ યોજવામાં આવી હતી ત્યારે આ મિટિંગ  જૂનાગઢ જિલ્લા વિશ્વહિન્દુ પરિષદ ના અગ્રણી અશ્વિનસિંહ રાયજદા ની ઉપસ્થિતિ માં મળી હતી.

જ્યારે કાર્યક્રમ ના આયોજન માં જોઈએ તો રામેશ્વર મહાદેવના મંદિરેથી વિશાળ શોભાયાત્રા યોજવામાં આવશે અને તે શોભાયાત્રા માળીયા હાટીના ની મેઈન બજાર માંથી નીકળી અને સકીર્તન મંદિર સુધી યોજાશે .જેમાં ઠેક ઠેકાણે રામ જન્મ દિવસ રામનવમી ના બેનરો લગાડવામાં આવશે.જ્યારે આ શોભાયાત્રા માં શણગારેલા ટ્રેક્ટરો ,તેમજ અન્ય વાહનો અને ઘોડે સવારો સામેલ થશે

આજે યોજવામાં આવેલી આ મિટિંગ માં માજી સભાપતિ હમીરસિંહ સીસોદીયા, દેવજીભાઈ બેરા,જગદીશભાઈ કાસુંદ્રા, જે.કે કાગડા, બહાદુર ભાઈ કાગડા, તેમજ હકુભાઈ જોશી, રજનીકાંત ભટ્ટ ,દિનેશભાઇ રુઘાણી, સહિત વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ અજયસિંહ સીસોદીયા,ઉપ પ્રમુખ ગૌવતમભાઈ દવે, તેંમજ બજરંગ દળ ના પ્રમુખ અનુપસિંહ સીસોદીયા, તેમજ માળીયા હાટીના ના ખ્યાતમાંન એડવોકેટ વિશાલ ભાઈ ગોરડ ,જેતમાલભાઈ કાગડા સહિત જાણીતા વરિષ્ઠ પત્રકાર મહેશભાઈ કાનાબાર, પત્રકાર બનેસિંહ ચુડાસમા ,પત્રકાર ભવિનભાઈ ઠકરાર તેમજ પત્રકાર પ્રતાપસિંહ સીસોદીયા ,પત્રકાર વિનોદભાઈ રૂદાતલા સહિત ગ્રામ જનો ની હાજરી જોવા મળી હતી