S J P Eng. Mdm School વાલી સંમેલન ❤️જ્ઞાન સાગરની તીર્થ યાત્રા  કેળવણી મંડળ તારાપુર ઘ્વારા આજે તા.૧૩/૦૩/૨૩ સોમવારે SJP Eng Mdm સ્કૂલના બાળકો અને વાલી મિત્રો માટે જ્ઞાન સાગરની તીર્થ સમાન વાલી સંમેલન યોજાઈ ગયું. અંદાજે ૩૫૦ જેટલા વાલી મિત્રોએ સહર્ષ ઉપસ્થિત રહી પોતાના સંતાનો માટેની જાગૃતિ અને રસનો પરિચય કરાવ્યો. અધ્યક્ષ સ્થાને દાતા શ્રી શૈલેષભાઇના ધર્મપત્ની શીતલબેન પટેલે મનનીય અને હળવી શૈલીમાં આત્મિતાથી બાળકોના વિકાસમાં માતા પિતાની ભૂમિકા સમજાવી. બાળકો માટે આપણું બેધ્યાનપણુ અને ઉદાસીનતા તરફ અંગુલી નિર્દેશ કરેલ. દૂર વિદેશમાં અમેરિકામાં વસતા હોવા છતાં વતન તરફની લાગણી અને ઉપકૃત થવાની ભાવનાની વાલી મિત્રોએ કદર અને પ્રશંસા કરી. કેળવણી મંડળના અધ્યક્ષ શ્રી ભુપેન્દ્ર sirએ મહેમાનો અને વાલીમિતોને આવકારી, કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવ્યો.માતા અને પિતા બંનેએ પોતાના બાળક માટે ચોક્કસ સમય ફાળવી તેમની વચ્ચે સતત કૉમ્યૂનિકેશન થતું હોવાની બાબત ઉપર સમજાવી. માતા પિતાએ સતત commanding રોલે અદા કરવાને સ્થાને શ્નેહ અને સંવાદિતા વધારવા તરફ ભાર મૂક્યો. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીમિત્રોની પ્રશંસા કરી સંતોષ વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં SJP અને LDP બંને શાળાઓના આચાર્યશ્રી, શિક્ષકમિત્રો, કેળવણીમંડળના મંત્રીશ્રી દિનેશભાઇ, ખજાનચી જીગ્નેશભાઈ, શ્રી વિનોદભાઈ ભરવાડ, શ્રીમતી વિલાસબેન અને અનુપમભાઈ ભટ્ટ અને નિલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમના સમાપન બાદ અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી. કેળવણી મંડળ, તારાપુર ભુપેન્દ્રભાઈ પટેલ