ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત: ડીસાના ભડથ રોડ પર બાઈક ચાલક શિક્ષક સહિત બે લોકો ઇજાગ્રસ્ત; બેફામ ડમ્પર ચાલકો સામે લોકોમાં રોષ

ડીસાથી ભડથ જતા માર્ગ પર ડમ્પર ચાલકે બાઈક સવાર બે લોકોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં શિક્ષક પટેલ પોતાનું બાઈક લઈને ડીસાથી ભડથ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સ્થાનિક પરિચિત દિપાજી માળી મળી જતા તેમને પણ બાઈક પાછળ બેસાડી ગેનાજી ગોળીયાના પાટીયા પાસે ઉતારવા માટે બાઈક થોભાવ્યું હતું. તે સમયે જ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે બાઈક સવાર બંને લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શિક્ષક અને વૃદ્ધ બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજૂબાજૂના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.