મોહમ્મદિયા ફ્રેન્ડ્સ ગ્રુપ મસ્જિદ વાળી ગળી ઠક્કર ફળિયા દ્વારા શુભેચ્છા અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો.................... ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપતા બાળકોનો શુભેચ્છા કાર્યક્રમ વોર્ડ નંબર 3 કાઉન્સિલ ઈસ્તિયાક સૈયદના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો ફ્રેન્ડ્સ ગ્રુપની માહિતી અને મહેમાનો નો પરિચય તેમજ શાબ્દિક સ્વાગત જાવેદ મુનશી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ડાયસ પરના મહેમાનો નું બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પેપર પેડ, પેન ,કેડબરી અને કલગી દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી સાબેરાબેન ,ઝેબૂનનિશાબેન, કમલેશ લીમ્બાચીયા ,ઈશરત બેન દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યો આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ મેળવી મુસ્લિમ સમાજનું નામ રોશન કરનાર સમાજના બાળકોને સન્માન પત્ર અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું જેમાં પીએચડી કેમેસ્ટ્રી માટે ડો સાદેકા મુનસી, ડો રિઝવાના સૈયદ, ડો ઇઝમામ શેખ -એમબીબીએસ ફરહાન મુન્સી બી ઈ સિવિલ ,સૈયદ ઓવસલી બીઈ મિકેનિકલ, આકીબ શેખ બીઈ સિવિલ ,અજીમ સૈયદ બીઇ ઈલેક્ટ્રોનિક્સ ,જહીન મુનશી બીટેક આ ઉપરાંત શબનમ ભાભોર બેસ્ટ ટીચર સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નઈમભાઈ મુન્શીદ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ ડોક્ટર ઇઝહાર શેખ દ્વારા કરવામાં આવી હતી આ ઉપરાંત સલીમભાઈ મુક્તિયાર ભાઈ સિરાજ ભાઈ નાહીદભાઈ ઈરફાનભાઇ મોગલ તેમજ મોટી સંખ્યામાં ફળિયાના સભ્યો હાજર રહ્યા હતા
દાહોદ ઠક્કર ફળીયા ખાતે મોહમ્મદિયા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા શુભેચ્છા અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો...

