મહિયારી ગામે આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી અને પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન સંવાદ કાર્યક્રમ સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયો

તારાપુર તાલુકાના મહિયારી ગામે આશાપુરા માતાજીના મંદિરના પ્રાંગણમાં આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી અને પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન સંવાદ કાર્યક્રમ આણંદ ભાજપા પ્રમુખ એવા સોજીત્રા ધારાસભ્યશ્રી વિપુલભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો

પોચાભાઇ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ધણા વર્ષોથી તારાપુર અને ખંભાત તાલુકાના અલગ અલગ ગામોમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો હેતું મહિલાઓને સમાન અધિકાર આપવા અને સમાજમાં તેની ભાગીદારી વધારવી તથા મહિલાઓની રાજકીય અને આર્થિક સિધ્ધીઓ યાદ કરવી ખંભાત તારાપુર તાલુકાની બહેનો મોટાભાગે ખેતી અને ખેત મજૂરી સાથે સંકળાયેલ છે હાલની ખેતીમાં રાસાયણિક ખાતરો અને અઢડક દવાઓનો ઉપયોગ કરવાને કારણે હાલની ખેતી મોધી થઈ ગઈ છે ખર્ચો વધ્યા અને આવક ધટી રહી છે જેથી ખેતી ખર્ચ ધટે અને આવકમાં વધારો થાય તે હેતુથી બગાવત ખાતાના સહયોગથી પ્રાકૃતિક ખેતી કરવા બહેનો આગળ વધે જેને લઈને આ કાર્યક્રમનુ આયોજન પોચાભાઇ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું

જે પ્રસંગે ધારાસભ્ય વિપુલભાઇ પટેલ દ્વારા બહેનોને આગળ આવવા માર્ગદર્શન આપ્યું હતું જેઓની સાથે તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઇ ભરવાડ, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ પ્રવિણભાઇ વાધેલા, આણંદ જિલ્લા સહકારી સંઘ અને સોજીત્રા નગરપાલિકાના પ્રમુખ રજનીકાંતભાઈ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રી તરૂણભાઇ, ધર્મેન્દ્રભાઇ, એપી.એમ.સી ચેરમેન બટુકસિહ, ભાનુશંકરભાઈ જોશી, તાલુકા વિકાસ અધિકારી, બગાવત ખેતી નિયામક, આત્મા પ્રોજેકટ ડાયરેકટર તેઓની ટીમ, પોચાભાઇ ફાઉન્ડેશન ના સંચાલકો, ગામના સરપંચ દિલજીતસિહ, સહિત તાલુકાના સરપંચો મહિલાઓ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા...