ફાયર સેફ્ટીનું કામ ખોરંભે: ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા ખોરંભે

ધાનેરામાં વર્ષો જુની રેફરલ હોસ્પિટલ આવેલ છે અને આ હોસ્પિટલમાં બે-બે વખત પુર આવવાના લીધે આ હોસ્પિટલ ખખડધજ બની જવા પામી છે. ચોમાસામાં આ હોસ્પિટલમાં ધાબામાંથી પાણી પડવા છતાં આ માત્ર ગ્રાઉન્ડ ફ્લોરની હોસ્પિટલમાં સરકાર દ્વારા રૂ.25 લાખના ખર્ચે ફાયર સેફ્ટીની દશ માસ અગાઉ વ્યવસ્થા કરવામાં આવતાં અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા અને આજે 8 મહીને પણ ફાયર સેફ્ટીનું કામ ખોરંભે પડેલ છે.