ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન નું આયોજન ડીસા ખાતે કરાયું

*ડીસા એસ સી ડબલ્યુ સ્કૂલ ખાતે નારી સંમેલનમાં અધ્યક્ષ સ્થાને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી રહ્યા ઉપસ્થિત 

     ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સંયુક્ત ઉપક્રમે આજરોજ ડીસા ખાતે એસ સી ડબલ્યુ હાઇસ્કુલ ખાતે વિશાળ નારી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી હાજર રહીને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે જે જે યોજનાઓ સરકાર શ્રી તરફથી મૂકવામાં આવેલ છે તેનો વિસ્તૃત રીતે માહિતી આપી હતી .

 સ્વાવલંબી યોજના અભયમ યોજના તેમજ વિવિધ પ્રકારની યોજના હેઠળ મહિલાઓ ને સશક્ત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા જે અભિગમ અપનાવવામાં આવ્યો છે તે અંતર્ગત વધુમાં વધુ મહિલાઓ લાભ લે અને સમૃદ્ધ બને એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

ત્યારે વધુમાં ડીસા સીડીપીઓ હરીબેન તરફથી પણ મહિલાઓને માહિતગાર કર્યા હતા.. 

અને જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર.. કેન્દ્ર સંચાલક ના મધુબેન વાઘેલા એ મહિલા અને બાળવિકાસ વિભાગ ની યોજનાકીય માહીતી આપેલ અને મહિલા ઓ ને અલગ અલગ હેલ્પ લાઈન ની માહિતી અને મહિલાઓ ને સંકટ સમયે ઇમરજન્સી સેવાઓ માટે સરકાર તરફથી જેતે હેલ્પ લાઈન નો ઉપયોગ કરવા અને સરકાર તરફથી મળતી યોજનાઓ નો વધું મોં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો

ત્યારે આજના નારી સંમેલનમાં તાજેતરમાં જન્મેલી દીકરીઓને ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના તરફથી કીટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.... કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી અને આંગણવાડી કેન્દ્ર ઉપર સરકાર શ્રી તરફથી જે પણ આહાર ઉપલબ્ધ કરવામાં આવે છે તેમાંથી કાર્યકર બહેનોએ જે વાનગીઓ બનાવી હતી તે વાનગીઓ નું પણ નિરીક્ષણ ધારાસભ્ય શ્રી તરફથી કરવામાં આવ્યું હતું

અહેવાલ અમૃત માળી