પાટણ-મહેસાણા લોકલ ટ્રેનને ભીલડી સુધી લંબાવવાની માંગ ઉઠવા પામી
પાટણને મહેસાણા અને ભીલડી સાથે જોડતી નવી રેલવે બોડગેજલાઈન બન્યા બાદ આ લાઈન પર રેલવે વિભાગ દ્વારા નવી ટ્રેનો શરૂ કરવામાં આવતા પ્રવાસીઓને અવરજવરમાં રાહત થઈ છે,પરંતુ કેટલીક ટ્રેનોના સમયમપત્રકમાં આયોજનના અભાવે ટ્રેનોનો સદઉપયોગ થઈ શકતો નથી.જેથી લોકોને રેલવેની પૂરતી સુવિધા મળી શકતી નથી.ત્યારે પાટણને મહેસાણા અને બનાસકાંઠાના ભીલડી સાથે જોડતી નવી બોડગેજ રેલવેલાઈન બન્યા પછી લોકોને રાજસ્થાન,મુંબઈ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં અવરજવર કરવા માટે રાહત થવા પામી છે,જ્યારે બીજીતરફ કેન્દ્ર સરકારને માલગાડીઓની અવરજવર માટે આ ટ્રેક અનુકૂળ હોવાના કારણે આર્થિક રીતે ફાયદો થઈ રહ્યો છે,પરંતુ કેટલીક ટ્રેનોના સમયપત્રક તેમજ આયોજનના અભાવના કારણે લોકોને રેલવેનો પૂરતો ફાયદો મળી રહ્યો નથી.તેવા સમયે મહેસાણા-પાટણ વચ્ચે દોડતી લોકલ ટ્રેન સવારે 9:40 કલાકે પાટણ આવી ગયા બાદ સમગ્ર દિવસના 6 કલાક સુધી ટ્રેન પાટણ રેલવે સ્ટેશન ખાતે પડી રહે છે અને સાંજે ટ્રેન 4:40 કલાકે પાટણથી પરત મહેસાણા જવા પ્રસ્થાન કરે છે ત્યારે આ સવારે 9:40 વાગે પાટણ આવ્યાં બાદ ટ્રેનને ભીલડી સુધી લંબાવવામાં આવે તો મહેસાણા-પાટણ જિલ્લાના મુસાફરોને ભીલડી જવા માટે ખૂબ જ અનુકૂળતા રહે તેમ છે.