ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.
જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ગુનાની વિગતઃ-
ગઇ તા.૧૫/૦૧/૨૦૨૩ ના રોજ ગુણવંતભાઇ ગભાભાઇ રાઠોડ, ઉ.વ.૨૫, રહે.ધોળાદ્રી, તા.જાફરાબાદ, જિ.અમરેલી વાળા રોહીસા ગામે ગયેલ હતા અને રોહીસા ગામે બસ સ્ટેન્ડ પાસે ઉભા હોય,
તે દરમ્યાન પોતાના ખીસ્સામાં રાખેલ મોબાઇલ ફોન કિં.રૂ.૧૩૦૦/- નો કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ગુણવંતભાઇ દ્વારા e-FIR કરાવેલ હોય, જે e-FIR અંગે ખરાઇ કરી, તેના પરથી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૨૨૩૦૦૪૧/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ તા.૦૯/૦૩/૨૦૧૩ નાં જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન
જાફરાબાદ તાલુકાના બલાણા ગામેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ આરોપીની વિગતઃ-
નાનજી નારણભાઇ વાજા, ઉં.વ.૨૦, રહે.વઢેરા, તા.જાફરાબાદ, જિ.અમરેલી,
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક સેમસંગ કંપનીનો ગુરૂ ૧૨૦૦ મોડલનો મોબાઇલ ફોન કિં.રૂ.૧૩૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, તથા પો.કોન્સ. વિનુભાઇ બારૈયા, લીલેશભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.