બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામની 01-03-1934ના રોજ શરૂ થયેલ માલગઢ પગાર કેન્દ્ર શાળાનો સ્થાપના દિવસ ઊજવાયો હતો.પધારેલ માનવંતા મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટય વડે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

ભારતીય સંસ્કૃતિને શોભે તેવી સુંદર વેશભૂષામાં બાલિકાઓએ ભાવવાહી પ્રાર્થના રજૂ કરી હતી.ત્યારબાદ મંચ પર બિરાજમાન અતિથિઓનું શાબ્દિક અને ગીત સહિત સ્વાગત કરાયું હતું.

પૂર્વ વિદ્યાર્થીઓએ પણ શાળા પ્રત્યેનું ઋણ અદા કરવા 18 પંખા ભેટ આપવાની જાહેરાત કરી હતી.હાજર રહેલ શાળાના નિવૃત શિક્ષકો અને પૂર્વ વિદ્યાર્થીઓનું પણ ઉચિત સન્માન કરાયું હતું.

શાળાના આચાર્ય શોભનાબેન મોદી,સમગ્ર શાળા પરિવાર,મોંઘેરા મહેમાનો અને ગ્રામજનોના સાથ સહકારથી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું.આભારવિધિ ભૂપેન્દ્રભાઈ પઢીયારે કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ મંચ સંચાલન હસમુખભાઈ પરમારે કર્યું હતું.અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ અને ગામલોકોએ હાજર રહીને પ્રસંગને દીપાવ્યો હતો.