મેડિકલ કેમ્પ: સીમા સુરક્ષા દળ 123 બટાલિયન દ્વારા અસારવાસ ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન, તબીબી તપાસ કરી નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરાયું

સીમા સુરક્ષા દળ 123 બટાલિયન, દાંતીવાડા દ્વારા બોર્ડર સિક્યુરિટી ફોર્સ, 123ના મુખ્ય અતિથિ ગુરિન્દર સિંઘની ઉપસ્થિતિમાં અસારવાસ ગામ ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું 123 બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર પરમાનંદ શુક્લાની હાજરીમાં દાંતીવાડાના 123 બટાલિયનના કમાન્ડન્ટ ગુરિન્દર સિંઘ દ્વારા કેમ્પનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં અસારવાસ, અસરગાવ, ખારડોલ, જાલીન અને બુખાનના ગ્રામજનોને તબીબી તપાસ કરી નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.