જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના ભડુંરી ગામ ની સીમમાં એક અંદાજીત 30 વર્ષ ના અજાણ્યા પુરુષ ની લાશ મળી આવી હતી ત્યારે પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે 

ભડુંરી ગામની સીમમાં રેલવે પાટા પાસેથી એક અજાણ્યો પુરુષ કે જેમની અંદાજીત ઉંમર 30 વર્ષ ની આસપાસ હોવાનું જણાય આવે છે અને જેમના માથા ના વાળ કાળા છે તેમની લાશ મળી આવેલ છે જ્યારે આ યુવક ના મૃત્યુ નું પ્રાથમિક અનુમાન કોઈ અગમ્ય કારણો સર ટ્રેન માંથી પડી ગયો હોય અથવા તો કોઈ કારણો સર ટ્રેઇન સાથે અકસ્માતે અથડાયો હોય તેવું માનવામાં આવી રહિયું છે જેમાં તેના શરીરે ગંભીર ઇજાઓ થયેલ છે જેમની ડેડ બોડી મળી આવેલ છે જેમની હાલ સુધી કોઈ ઓળખ થવા પામી નથી ત્યારે માળીયા હાટીના પોલિસ દ્વારા આ બોડી નો ફોટો ઓળખ માટે મુકવામાં આવ્યો છે જો કોઈ આ  વ્યક્તિ ને ઓળખતું હોય અથવા તો આવી કોઈ વ્યક્તિ આપના જાણીતા માંથી ગુમ થયેલ હોય તો માળીયા હાટીના પોલીસ દ્વારા માળીયા હાટીના પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે 

ત્યારે સંપર્ક માટે માળીયા હાટીના પોલીસ દ્વારા સંપર્ક નો પબ્લિસ કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે 

માળીયા હાટીના પોલિસ મથક સંપર્ક :- 02870 222254

માળીયા હાટીના પોલીસ મથક PSI શ્રી બી.કે ચાવડા સાહેબ સંપર્ક :- 96876 95990

જો આપ આવી વ્યક્તિ ને ઓળખતા હોય તો આપ ઉપર આપેલા સંપર્ક નંબર માં કોન્ટેકટ કરી જાણકારી આપશો