છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની સનરાઈઝ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાના શિક્ષકો બોર્ડના પરીક્ષાર્થીઓના ઘરે જઈ જરૂરી માર્ગદર્શન આપ્યું.

પાવીજેતપુર ની સનરાઈઝ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળા દ્વારા ધોરણ- 10 અને 12 ના વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરી ઉત્સાહ વધારવા શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે ઘરે મુલાકાત કરી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. જે પ્રમાણે આગામી 14 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. તેના અનુસંધાને સનરાઈઝ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ઘરે શાળાના શિક્ષકો સતત પાંચ દિવસ સુધી શાળા સમય પહેલા અને શાળા સમય પછી વિદ્યાર્થીઓના ઘરે વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને બોર્ડ પરીક્ષાના સંદર્ભે ચર્ચા વિમર્શ માટે પહોંચીને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વાલીશ્રીઓ પણ વિદ્યાર્થીઓને સહકાર આપે અને આ છેલ્લા દિવસો દરમિયાન પોતાના બાળકોના અભ્યાસ માટે ફાળવે અને તેઓની સાથે બેસી તેઓના અભ્યાસમાં મદદરૂપ થાય અને નિશ્ચિત મને પરીક્ષા આપે અને પરીક્ષાનો ડર દૂર થાય.