ડીસામાં ખેડૂતો પાયમાલ થયા: કમોસમી માવઠાથી બટાકા, રાજગરો સહિતના પાકમાં નુકસાન; સરકાર નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપે તેવી માગ

ડીસા પંથકમાં ફરી એકવાર કમોસમી માવઠું થયું છે. જેના કારણે ખેતીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લા પાંચ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ અને વારંવાર કમોસમી વરસાદ થયો હતો. તો કેટલાક વિસ્તારોમાં તો બરફના કરાનો વરસાદ થતાં ખેતીમાં તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ખાસ કરીને ડીસા તેમજ આજુબાજુના વિસ્તારોમાં ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે.આ વિસ્તારમાં સૌથી વધુ બટાકા, રાજગરો, તમાકુ, દાડમ, વરીયાળી અને એરંડાનું વાવેતર કર્યું હતું. ત્રણથી ચાર મહિના સુધી ખેડૂતોએ દિવસ રાત પરિવાર સાથે કાળી મજૂરી કરી પાક તૈયાર કર્યો હતો. ત્યારે હવે તૈયાર થયેલા પાર પર કુદરતી પ્રકોપ થતા ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. જેથી અસરગ્રસ્ત ખેડૂતો હવે સરકાર પાસે સહાય નહીં ઘાસ લગાવીને બેઠા છે.