બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં આવેલ ઇન્દિરા નગરમાં એક પશુપાલક પોતાની ભેંસો લઈ ચારવા ગયા હતા જેમાં ખેતરમાં પહોંચી ચરતા ચરતા ભેંસો વીજ થાંભલા જોડે જતા અચાનક ભેસોને કરંટ લાગ્યો હતો.
જેમાં બીજી ભેસો દોડી ગઈ હતી પરંતુ બે ભેસોને વધારે કરંટ લાગવાથી તેમનું મોતની નીપજ્યું હતું જોકે બનાવની જાણ ભાભર વિદ્યુત વિભાગ ને થતા વિદ્યુતની બોર્ડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી. જોકે, બે ભેંસો મોત થતા પશુપાલક ને અંદાજે એક લાખનું નુકસાન પહોંચ્યું છે પશુપાલકે નુકસાનને લઈ સરકાર પાસે વળતરની માંગ કરી છે.
આ અંગે પશુપાલક મુળજીભાઈ એ જણાવ્યું હતું કે અમારી ભેંસો ચારવા અમે આવ્યા હતા અચાનક વીજ કરંટથી 2 ભેંસો મૃત્યુ પામી હતી. 50 60 ભેંસો લઈને આવ્યા હતા એમાંથી બે ભેંસોને જ કરંટ આવ્યો હતો. એક ભેંસ 50 હજારની ખરી સરકાર કોઈ સહાય કરે તો સારુ ગરીબ લોકો છીએ.