ડીસા તાલુકાના માલગઢ ગામે ધૂળેટી પર્વ પર પરંપરાગત મારવાડી ગૈર યોજાઈ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આશરે દોઢસો વર્ષ પૂર્વે રાજસ્થાન રાજ્યના અલગ અલગ જિલ્લા મોથી ગુજરાત મજૂરી અર્થે આવેલ તેમને ગુજરાત મો મારવાડી તરીખે ઓળખાય છે એ લોકો મારવાડથી ગુજરાત આવીને સ્થાયી થયેલા તેમોથી મારવાડી માળી સમાજે સાંસ્કૃતિક વારસા તરીકે હોળી અને ધૂળેટી પર્વ પર યોજાતા ગૈર નૃત્ય ની પરંપરા હજુ પણ ચાલુ રાખ્યું છે.તેના ભાગરૂપે ડીસા તાલુકાના માલગઢ ગામમાં જોધપુરીયા ઢાણીમાં ભેરુ ટેકરી એટલે કે ભેરુ ભગવાનના દિવ્ય દરબારમાં સામૂહિક "ગૈર" નૃત્ય વડે ધૂળેટીની પરંપરાગત ઊજવણી કરાઈ હતી.
આ ગેર મો નાના થી મોટા અને વૃદ્ધ સૌકોઈ ગૈર નૃત્યમાં જોડાયા હતા જેમાં પુરુષો એક અથવા બે હાથમાં બે લાકડીના દંડા જેને મારવાડી મો ગેરીયા કહેવાય એ લઈને મારવાડી વેશભૂષામાં ગોળ રાઉન્ડ કરી ઉત્સાહભેર ડીજે અને ઢોલ સંગીતના તાલે નૃત્ય કરતા નજરે પડ્યા હતા
ત્યારે એક બે જણ પોતાની મસ્તીમાં ઝૂમતા ઝૂમતા મારવાડી "ફાગ" પણ ગાતા જોવા મળ્યા હતા અને મહિલાઓ પણ મારવાડી લોકગીત જેને હોળી ના દિવસે "લૂર" કહેવાય તે લૂર ગાતી અને આઠ દસ ની લાઇન કરી એક બીજા સામ સામે નાચતી જોવા મળી હતી
ત્યારે ફાગ,ગૈર અને લૂરનો ત્રિવેણી સંગમ જમતાં લોકો મો ઉત્સાહ અને ઉમંગનો જોશ જોવા મળ્યો હતો
ત્યારે આવા પર્વ પર ગુજરાતમાં રાજસ્થાની લોક સંસ્કૃતિના દર્શન પણ થાય છે.
ત્યારે વધુમો ધૂળેટીના પાવન પર્વ પર જેમના ઘરે હોળી પછી જે બાળક નો જન્મ થાય છે તેમને બીજા વર્ષે આવતી હોળી મો ઢૂંઢાડવાની વિધિ કરવામાં આવે છે
ત્યારે માળી સમાજના સુપ્રસિદ્ધ ગાયકોએ સ્વ સૂર પૂરાવીને પ્રસંગને દીપાવ્યો હતો.
ગ્રામજનોના સાથ સહકાર અને આગેવાનો ની હાજરી મો સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું.
અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા