વાવના ટડાવ ગામના શીતળા માતાજીના મંદિરમાં ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ મંદિરમાં રહેલી મૂર્તિઓને પહેરાવેલા ઘરેણાં અને દાનપેટીમાંથી રૂપિયાની કરી ચોરી કરી ફરાર થયા હતા. ચોરીની ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થતા પોલીસે સી.સી.ટી.વી. કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવના ટડાવ ગામમાં આવેલ શીતળા માતાજીના મંદિરમાં રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં રહેલી મૂર્તિઓને પહેરાવેલા ઘરેણા અને દાન પેટીમાંથી રૂપિયાની ચોરી કરી હતી. જેમાં મંદિરમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી.

આ બનાવની જાણ સ્થાનિકોએ વાવ પોલીસને કરી હતી. ત્યારે વાવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી સમગ્ર ઘટનાની સી.સી.ટી.વી.કેમેરાના ફૂટેજના આધારે વધુ તપાસ ધરી છે.