બનાસકાંઠા ના માર્ગ અને મકાન વિભાગ ની પોલ ખુલી..

(બ્યૂરો રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા)

બનાસકાંઠા જીલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જીલ્લા પંચાયત તરફથી ગ્રામ્ય વિસ્તારનો રોડ પેવરની મંજૂરી મળતાં થોડાક સમય અગાઉ ડીસા તાલુકાના જૂના ડીસા થી ઝાબડીયા તરફ જતાં રોડ ઉપર રોડને પેવર કરવામાં આવ્યો હતો..

જ્યારે ઉનાળાની ઋતુ દરમિયાન કમોસમી વરસાદ થતાંની સાથે જ રોડ રસ્તાઓ તૂટી ગયા હતા અને માર્ગ અને મકાન વિભાગની પોલ ખુલી ગઇ હતી..

ત્યારે ઝાબડીયાથી જૂનાડીસા રોડ ઉપર વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા અને રોડ તૂટી જતાં અનેક વાહન ચાલકો માર્ગ અને મકાન વિભાગ સામે નારાજગી વ્યક્ત કરતાં હતા. ત્યારે વધુમાં ખાણ અને ખનીજ વિભાગ દ્વારા પણ આડા કાન કરીને ચાલતાં અધિકારીઓ જો રેતીના ડમ્પરો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તો રસ્તો તૂટવામાં આવ્યો છે..

તેને વધુ ન તૂટે તે માટે પગલાં લેવા જોઇએ. ત્યારે જીલ્લા પંચાયત દ્વારા મીડીયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવે છે કે, જૂના ડીસા થી ઝાબડીયા રોડ ઉપર જૂનાડીસા ગામની બહાર બંને તળાવની વચ્ચે જે રસ્તો તૂટી ગયેલ છે..

તેને જે તે કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલીક આ રસ્તો રીપેર કરવામાં આવે તેવી લોક મૂકે ચર્ચા છે..

ત્યારે હાલ માં બટાકા ની સિઝન ચાલતી હોય ટ્રેક્ટર ચાલકો બટાકાના કટ્ટાઓ ભરી કોલ્ડ સ્ટોરેજ તરફ જતાં હોય છે, તે સમયે કોઇ જાનહાની ન થાય તે માટે પગલાં લેવા જોઇએ..