રાજકોટ 108 ઈમરજન્સી સેવા હોળી અને ધૂળેટીના તહેવારો માં લોકોનો જીવ બચાવવા માટે તત્પર અને તૈયાર..
ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઈમરજન્સી સેવા છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં લોકોનો જીવ બચાવવા માટે કોઈપણ કપરી પરિસ્થિતિમાં અડેખમ ઊભી રહે છે કોઈપણ વિકટ પરિસ્થિતિ હોય કોઈપણ તહેવાર હોય કે કોઈપણ જાતની મુશ્કેલી આવે 108 ઈમરજન્સી સેવા હર હંમેશ લોકોના જીવ બચાવવા માટે પોતાનો સિંહ ફાળો આપે છે રાજકોટ જિલ્લામાં આવનારા તહેવારોમાં હોળી અને ધૂળેટીમાં 108 ઈમરજન્સી સેવા ની 42 જેટલી એમ્બ્યુલન્સ તેના 220 જેટલા કર્મચારીઓ સાથે હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે જ્યારે લોકો હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરતા હશે ત્યારે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પોતાના કાર્ય સ્થળ પર રહી લોકોના જીવ બચાવવા માટે તત્પર અને તૈયાર રહેશે એ બાબત પણ નોંધનીય છે કે સામાન્ય દિવસો કરતા હોળીના દિવસે ૭ ટકા જેટલો ઇમરજન્સીમાં વધારો નોંધાય છે તેમ જ ધુળેટીમાં ૧૮ ટકા જેટલો વધારો નોંધાય છે હોળી અને ધુળેટી ની અંદર ખાસ કરીને એકસીડન્ટ થવાની ઈમરજન્સી મારામારી થવાની ઈમરજન્સી પાણીમાં ડૂબી જવાની ઈમરજન્સી પડી જવા અને વાગવાની ઈમરજન્સી તે સિવાય બાકીની અન્ય ઇમરજન્સી નોંધાય છે આવી તમામ ઇમરજન્સીને પહોંચી વળવા માટે રાજકોટ 108 ઇમરજન્સી સેવાના તમામ કર્મચારીઓ તત્પર અને તૈયાર છે તહેવારોની અંદર જ્યારે લોકો પોતાના સગા સંબંધી અને વ્હાલા જોડે હોળીના અને ધુલેટીના તહેવાર ઉજવતા હોય છે ત્યારે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પોતાના કાર્ય સ્થળ પર જ હોળીનો તહેવાર ઉજવી એકબીજાને રંગ લગાવી આ પર્વની ઉજવણી કરી છે અને સાથે લોકોનો જીવ બચાવવાનો સંકલ્પ કર્યો છે