181ની ટીમની સરાહનીય કામગીરી: એક વર્ષમાં બનાસકાંઠાની 24,253 મહિલાઓને ત્વરિત મદદ આપી સુરક્ષા કવચ આપ્યું, 55 મહિલાઓને તો આપઘાત કરતા બચાવી....

ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવે છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ- માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈ ની સુવિધાની આવશ્યકતા જણાતા રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015 ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી 181 અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. જેમાં 181 મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ 59 રેસ્ક્યુવાનનો કાફલો 24x7 મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત રહે છે. રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટીગ્રેટેડ 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-2022માં ઘરના સભ્યો દ્વારા મહિલાઓ ઉપર શારિરીક માનસિક ત્રાસ, રોમિયો ગુંડા દ્વારા પજવણી, પડોશીઓ દ્વારા ઝઘડા કે પછી મોબાઇલ ફોન, ઇન્ટાગ્રામ દ્વારા બિભત્સ મેસેજ કે વાતચીત કરવાના કેસોમાં હેરાન થયેલી 24,253 મહિલાઓને 181 અભયમની ટીમે ત્વરિત મદદ આપી સુરક્ષા કવચ પુરૂ પાડ્યું હતુ.

બનાસકાંઠા જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમના ત્રણ કાઉન્સેલર અને ત્રણ મહિલા પોલીસ મળી 6 જણાંની ટીમ 24 કલાક ફરજ બજાવી જિલ્લાના 14 તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં બહેન- દીકરીઓને ન્યાય અપાવી રહ્યા છે. આ અંગે કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતુ કે, વર્ષ-2922માં ઘરના સભ્યો દ્વારા મહિલાઓ ઉપર શારિરીક માનસિક ત્રાસ, રોમિયો ગુંડા દ્વારા પજવણી, પડોશીઓ દ્વારા ઝઘડા કે પછી મોબાઇલ ફોન દ્વારા બિભત્સ મેસેજ કે વાતચીત કરવાના કેસોમાં હેરાન થયેલી 24,252 મહિલાઓને 181 અભયમની ટીમે ત્વરિત મદદ આપી સુરક્ષા કવચ પુરૂ પાડ્યું હતુ. જેમાં સૌથી વધુ ઘરેલું હિંસાનો ભોગ બનેલી 10,452 મહિલાઓને ન્યાય અપાવ્યો હતો. પડોશી દ્વારા ઝઘડાથી ત્રસ્ત 1269 મહિલાઓ, જ્યારે ઘરમાંથી નીકળી ગયેલી 134 મહિલા 50 વૃધ્ધાનું પરીવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતુ. દારૂ-વ્યસનથી પીડાના 528 અને મોબાઇલથી હેરાનગતિ પામનારી 639 મહિલાઓને તેમની ઓળખ છુપી રાખીને રોમિયો સહીતના તત્વોથી બચાવવામાં આવી હતી. મિલ્કત સબંધી ત્રાસમાંથી 217 મહિલાઓને મુક્તિ અપાવી હતી. 55 મહિલાઓને આપઘાત કરતાં બચાવી નવજીવન બક્ષ્યું હતુ. 760 મહિલાઓને કાયદાકીય સલાહ આપી હતી. 290 મહિલાઓને અધર રિલેશનશિપના કેસમાં ન્યાય અપાવ્યો હતો. 169 મહિલાઓને તેમના ઘરે પરત સોંપવામાં આવી હતી. 86 યુવતીઓને માતા- પિતા સાથે સમાધાન કરાવાયું હતુ. 30 મહિલાઓને નોકરીના સ્થળે થતી હેરાનગતિમાંથી મુક્ત કરાઇ હતી....