નજીવી બાબતે પિસ્તોલ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ..
પ્રાપ્ત માહિતી અનુસાર ગળતેશ્વર તાલુકાના લાલાના મુવાડા ગામે રહેતા ચિરાગ વિનોદચન્દ્ર પરમાર જે સેવાલિયામાં આવેલ મહેન્દ્ર કાપડની દુકાનમાં નોકરી કરે છે જે તા: 04/02/2023 ના રોજ સાંજે આશરે 8:00 વાગ્યાના સમયે નોકરી પરથી છૂટી બાઈક લઈને તેનો ભાઈ અજય અને કાકાનો છોકરો વિશાલ ત્રણે જણ ઘરે જવા નીકળ્યા હતા તે દરમ્યાન સેવાલિયા જી.ઈ.બી સબ સ્ટેશન આગળ પાછળથી ક્રેટા ગાડી લઈને એકદમ નજીકથી નીકળી ઓવરટેક કરી હતી જેથી બાઈક પડતા પડતા બચી ગઈ હતી જેથી ક્રેટા ગાડીના ચાલકને આવી રીતે ઓવરટેક કેમ કરો છો તેવી વાત કરતા તેણે ગાળો બોલી ચિરાગને બે લાફા ઝીંકી દીધા અને ગદડાપાટુ માર મારવા લાગ્યો હતો તે દરમ્યાન તેના ભાઈઓ છોડાવવા જતા તે શખ્સે ખિસ્સામાં હાથ નાખી રિવોલ્વર ધરી દીધી હતી અને જો વધારે બોલશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તે સમયે આજુબાજુ રોડ પર જતા માણસોએ તેને છોડાવ્યો હતો અને ગાડી ચાલક ગાડી લઈને ત્યાંથી જતો રહ્યો હતો જે બાદ તપાસ કરતા ગાડી ચાલક આરોપી કૈલાશ એક્સપ્લોસીવ સેવાલીયા બજાર લાઈનીંગની બાજુમાં આવેલ દુકાનનો માલીક મોહીત હોવાનું જાણવા મળ્યું હતું તે બાબતની ફરિયાદ ફરિયાદી ચિરાગ પરમાર દ્વારા સેવાલીયા પોલીસ મથકે આપી હતી. જે બાદ સેવાલીયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ક્યારેક આવી ઘટના ઓ જોઈ ને લાગે કે કાયદો માત્ર અમુક લોકો ની જાગીર છે શું કાયદા નો અમલ કોઇ ચોક્કસ લોકો ને લાગુ ના પડે આવા મા સામાન્ય માણસ ની જિંદગી ની કોઇ કિંમત નઈ ?
રિપોર્ટર : રીઝવાન દરિયાઈ (ગળતેશ્વર ખેડા )