હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં હાલોલ ટાઉન પોલીસ મથક ખાતે આજરોજ તારીખ 05/02 /2023 ના સાંજના સુમારે આગામી હિન્દુ ધર્મના પાવન પર્વ હોલી ધૂળેટી તેમજ મુસ્લિમોના પવિત્ર શબે-બરાતના પાવન પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હોળીના તહેવારને અનુલક્ષીને હોલિકા દહન તેમજ રંગોત્સવના પાવન પર્વ ધૂળેટીને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતી જળવાયેલી રહે તેમજ આ બન્ને તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ આ દરમ્યાન આવતા મુસ્લિમોના પવિત્ર તહેવાર શબે-બરાતને અનુલક્ષીને રાત્રિ દરમ્યાન થતી જાગરણને લઈને પણ કાયદો વ્યવસ્થા તેમજ શાંતિ સલામતી જળવાયેલી રહે તેના માટે ટાઉન પોલીસ મથકના પીઆઇ કે. એ. ચૌધરીએ બેઠકમાં ઉપસ્થિત હિન્દુ અને મુસ્લિમ ધર્મના અગ્રણીઓ સાથે બન્ને તહેવારોને અનુલક્ષીને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરી સલાહ સૂચનોની આપ-લે કરી માર્ગદર્શન આપ્યું હતું અને બન્ને ધર્મના તહેવારો હાલોલ નગર ખાતે શાંતિથી ઉજવાય તેને લઈને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરી હતી અને હાલોલ ટાઉન પોલીસે નગરજનોને આ બન્ને ધર્મના પાવન તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા અપીલ કરી હતી.