જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના ગળુ મુકામે ડે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભરમાંથી ટોટલ 32 ટિમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો

લોકો સ્પોર્ટ ક્ષેત્રે કોઈ ને કોઈ ગેમ માં રસ ધરાવતા હોય છે અને પોતાના પસંદીદા ખેલ માટે સમય કાઢતા હોય છે જેમાં ખાસ ક્રિકેટ માટે ના રસિકો નું પ્રમાણ વધુ હોય છે ત્યારે વાત કરીએ ક્રિકેટ ની તો ખાસ ગુજરાત અને સોવરાષ્ટ્ર પ્રદેશે ક્રિકેટ ક્ષેત્રે ઘણા ખેલાડીઓ આપ્યા છે અને આ ખેલાડીઓ દ્વારા આગવુ પ્રદર્શન કરી પોતાના નામ સાથે સારી નામના પણ મેળવી છે ત્યારે યુવાઓ ક્રિકેટ ક્ષેત્રે આગળ વધે અને પોતાનું નામ બનાવે તે માટે  માંધાતા ગ્રુપ કુકસવાળા ગામના પ્રમુખ કાનજીભાઈ ભાદરકા દ્વારા ઓપન ગુજરાત કોળી સમાજ પ્રીમિયર લીગ માંધાતા ગ્રુપ કુકસવાળા દ્વારા ડે ટેનિશ  ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ગળુ ખાતે કરવામાં આવ્યું હતું

ક્રિકેટ ટુર્નામનેટ ની જો વાત કરવામાં આવે તો આ ટુર્નામનેટ માં  ગુજરાત ભર માંથી ટોટલ 32 ટીમોએ ભાગ લીધો હતો જેમાં સેમિફાઇનલ અને ફાઇનલ માં સત્યમ 11 કુકસવાળા ટિમ દ્વારા 90 રન કરવામાં આવ્યા હતા જ્યારે તેની સામે મહાદેવ 11 કોડીનાર ની ટિમ દ્વારા 121 રન બનાવી વિજય મેળવ્યો હતો ત્યારે રનર્સ ટિમ અને વિજેતા ટિમ ને કપ આપી સન્માનિત કરવામાં આવી હતી જ્યારે આ મેચ દરમિયાન સૌવ થી ફાસ્ટ બોલર અને સૌવ થી સારા બેસ્ટ મેન ને પણ કપ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે ક્રિકેટ ટિમ ના ખેલડીયો ને પ્રોત્સાહન રૂપે ટીશર્ટ આપવામાં આવ્યા હતા ત્યારે આ રસાકસી વાળી મેચ જોવા માટે આસપાસ ના વિસ્તારોમાંથી લોકો એ બહોળી શખ્યામાં ઉપસ્થિત રહી ક્રિકેટની મજા માણી હતી

ક્રિકેટ ટુર્નામનેટ ના આ આયોજન માં માંધાતા ગ્રુપ જૂનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી રામદેભાઈ ચુડાસમા ,મહામંત્રી નરેશભાઈ રાઠોડ તેમજ માળીયા હાટીના તાલુકા ના માંધાતા ગ્રુપ પ્રમુખ કમલેશ ભાઈ ધરસેનડા સાથે  ચંદુભાઈ ભરડા સહિત આગેવાનો ની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી જ્યારે આ ક્રિકેટ ટિમો ને સંબોધતા માંધાતા ગ્રુપ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રામદેભાઈ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુવાઓ સ્પોર્ટ ક્ષેત્રે ખૂબ આગળ વધે અને પોતાનું તેમજ દેશ નું નામ રોશન કરે તે માટે ખૂબ પ્રયત્નો કરતા રહે તેમજ આ બાબતે આપને હમારી જરૂર પડશે તો તે માટે હમે આપને હંમેશા મદદરૂપ બનતા રહેશું

માંધાતા ગ્રુપ કુકસવાળા ના પ્રમુખ કાનજીભાઈ ભાદરકા દ્વારા યુવાઓ આગળ આવે અને તેમનો જોમ અને જુસ્સો કાયમ બની રહે તે માટે દર વર્ષે  દિવસ અને રાત્રી ક્રિકેટ ટુર્નામેટ નું આયોજન કરવામાં આવે છે