જૂનાગઢ જિલ્લા ના ભેસાણ તાલુકા ના જુદા જુદા ગામડાઓમાં ગામ ના વિકાસના કર્યો માં મોટે પાયે ભ્રષ્ટચાર થતા હોવા ના આક્ષેપ સાથે અરજી કરવામાં આવી છે
ત્યારે અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભેસાણ તાલુકા માં જો યોગ્ય રીતે નિષ્ઠાવાંન અધિકારી અને તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો ભેસાણ તાલુકા માં મોટે પાયે ભ્રષ્ટચાર બહાર આવે તેવી આશકા છે જેમાં પૂર્વ તાલુકા પંચાયત ભેસાણ ના ન્યાય ના ચેરમેન અરજણભાઈ સોલંકી દ્વારા જણાવાયું હતું કે ખમભાળિયા ,મેદપરા જેવા અનેક ગામો માં ગટર તેમજ પેવર બ્લોક ના કામો સાથે પુલિયા અને રસ્તાઓ ના કામ માં ભ્રષ્ટચાર દેખાય રહીયો છે ત્યારે આ બાબત ની અમે લેખિત અને મૌખિક રજુવાત કરી છે તેમજ આવનારા દિવસોમાં માં આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે કચેરી ની સામે ઉપવાસ આંદોલન નો માર્ગ અપનાવીશું જ્યારે તેમણે અધિકારીઓ ની મિલીભગત હોવાનું પણ જણાવ્યું હતું જયારે આ બાબતે ઉચ્ચ લેવલ થી યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણ માં કરોડો નો ભ્રષ્ટચાર સામે આવી શકે તેમ છે જેથી વહેલી તકે તપાસ કરવામાં આવે