ઉનાના ગરાળ રોડ પર મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે. ત્યારે સાથે સાથે પશુઓની પણ અવર જવર રસ્તા પર રહેવાના કારણે ઘણીવાર મોટા અકસ્માતો થતા હોય છે. જેના લીધે કોઈકને સામાન્ય ઈજા પહોંચે તો કોઈને ગંભીર ઈજાઓ પહોંચે છે. જ્યારે કોઈના જીવ પર બની આવે છે. ત્યારે આવી જ એક ઘટના ઉનામાં બનવા પામી હતી. જ્યાં રસ્તા પર રખડતા પશુ આડે ઉતરતા ઓટો રીક્ષા ચાલક પશુને બચાવ જતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અસ્માત સર્જાતા ડ્રાઈવર સહિત એક બાળકને ઈજા પહોંચી હતી. જ્યાં તેઓને સારવાર માટે હસ્પિટલમાં ખસેડાયા હતા.ગરાળ ગામના રસ્તા પર ઓટો રીક્ષા પસાર થઈ રહી હતી. એ સમયે અચાનક રખડતા ઢોર આડે ઉતરતા રીક્ષા ચાલકે પશુને બચાવવા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અસ્માત સર્જાયો હતો. જેમાં ઓટો રીક્ષામાં બેઠેલાં સંજવાપુર ગામના વિદ્યાર્થીઓ શાળાએથી અભ્યાસ કરી અને ઘરે પરત ફરતા હતા. તે દરમિયાન અસ્માત સર્જાતા રીક્ષા ચાલક ડ્રાઇવર સહિત એક બાળકને ઇજા પહોંચી હતી. જેથી રસ્તા પરથી અવર જવર કરતા વાહન ચાલકો એકઠા થઈ ગયેલા અને ઈજાગ્રસ્ત બાળક સહિત બેને તાત્કાલિક અન્ય વાહનમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવેલા હોવાનું જાણવા મળેલ છે. જોકે આ અકસ્માત સર્જાતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને અન્ય બાળકોનો આબાદ બચાવ થયો હતો.