તારાપુર પોલીસે નાની ચોકડી પાસે રાહદારીઓને અડચણરૂપ થાય તેવી રીતે જાહેરમાં લારીઓ ઉભી રાખી વેપાર ધંધો કરતા 7 ઈસમો સામે કાર્યવાહી કરી

તારાપુર નાની ચોકડી પાસે છાસવારે ટ્રાફીકની સમસ્યા સર્જાય છે જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો ધણી વખત થતા હોય છે અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે માટે અવાર નવાર થતી ટ્રાફીક સમસ્યાને લઇને રાહદારીઓને અડચણરૂપ થાય તેવી રીતે જાહેરમાં લારીઓ ઉભી રાખી વેપાર ધંધો કરતા ઈસમો સામે તારાપુર પોલીસે લાલ આંખ કરી તારાપુરની નાની ચોકડી પાસે રાહદારીઓને અડચણરૂપ થાય તેવી રીતે પાનમસાલાની લારી, નાસ્તાની લારી સહિત ફ્રુટની લારીઓ ઉભી રાખી વેપાર ધંધો કરતા સાત ઈસમો સામે ગુનો નોધી કાર્યવાહી ધરવામાં આવી હતી