શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલ દિયોદરમાં ધોરણ - ૧૦ શુભેચ્છા સમારોહ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજાઈ ગયો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીત થી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આ સંસ્થાના ચેરમેન શ્રી પ્રવિણસિંહ વાઘેલા સાહેબ અને હાઇસ્કૂલના આચાર્યશ્રી વિનોદભાઈ બારોટ સાહેબ આ પ્રસંગમાં ઉપસ્થિતિ રહી નિવૃત્ત થતાં ક્લાર્ક શ્રી હેમંતભાઈ ગમાર અને સેવક સોમાભાઈ પુરનીયાને શુભેચ્છા પાઠવી હતી.તેમજ વિદ્યાર્થીઓના પ્રેરણા સ્ત્રોત બની પરીક્ષાનો હાઉ અને તણાવ દૂર થાય, ઇચ્છિત ધ્યેય પ્રાપ્ત કરે અને પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે તેવા આશિર્વાદ અને માર્ગદર્શન શાળાના શ્રી એ.પી.ભાટી તથા કે. એસ.ત્રિવેદીએ પૂરું પાડ્યું હતું.શાળાના આચાર્યશ્રી વિનોદભાઈ બારોટ પોતાની શૈલીમાં વિદ્યાર્થીઓને પ્રેરણા રૂપી આશિર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી.એસ.એસ.સી અને એચ.એસ.સી ના બાળકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ ના અંતે શિક્ષકોએ પણ બાળકોને શુભેચ્છા અને આશિર્વાદ આપ્યા હતા.આ પ્રસંગમાં મહાનુભાવો ઉપસ્થિતી બદલ શાળાના શિક્ષક શ્રી આર.બી.જોષી તેમજ એન .કે.માંજીરાણાએ શાળા પરિવાર વતી તેમનો દિલથી હાર્દિક આભાર વ્યક્ત કર્યો.વય નિવૃત થતા ક્લાર્ક હેમંતભાઈ ગમાર અને સેવક સોમાભાઈ ને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન પત્ર નું વાંચન શાળા ના શિક્ષક મનદીપસિંહ ચૌહાણે કર્યું હતું. શાળા ના શિક્ષક મિત્રો ના સાથ સહકાર થી કાર્યક્રમ સફળ બન્યો હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા ના શિક્ષક બાબુભાઇ દેસાઈ એ કર્યું હતું...