ધાનેરા તાલુકાના અનેક ગામોમાં જાણે બોગસ તબિબોનો રાફડો ફાટ્યો હોય તેમ બોગસ તબિબો ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડાંઓ કરી રહ્યા છે.ત્યારે થાવર ગામે છેલ્લા વીસ વર્ષથી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા સ્થાનિક નહી પણ બંગાળી બોગસ ડોકટર ઝડપી આરોગ્ય અધિકારીએ કોઇ વાઘ નથી માર્યો.કેમકે ધાનેરાના દરેક ગામડે ગામડે બોગસ તબીબોની હાટડીઓ ધમધમી રહી છે.સ્થાનિક બોગસ તબીબને છોડી માત્ર બહારના બોગસ તબીબ સામે જ કાર્યવાહી શું ધાનેરા તાલુકામાં આ એક જ બોગસ તબીબ છે...ગ્રામીણ વિસ્તારોમાં બોગસ તબીબોની અનેક હાટડીઓ છે તો કોના આશીર્વાદથી ચાલુ છે...? 20 વર્ષથી બોગસ તબીબની હાટડી ધમધમતી હતી તો હવે અચાનક કાર્યવાહી કેમ.કેટલું મોટું સેટીંગ હશે કે દરેક ગામડે બોગસ ડોક્ટરો બિન્દાસ કરી રહ્યા છે પેક્ટિસ...? બોગસ તબીબોની સામે કાર્યાવહી કરવાની જવાબદારી આરોગ્ય તંત્રની નથી કે શું?.ધાનેરા તાલુકાના અનેક ગામોમાં કેટલાક બી.એચ.એમ.એસ.ની ડગ્રી ધરાવતા ડોકટરો એલોપથી સારવાર કરી રહ્યા છે. અને કેટલાક પાસે ગુજરાત મેડિકલ કાઉન્સીલનું સર્ટિફિકેટ પણ ધરાવતા

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

.વળી કેટલાક તો કોઈ પણ જાતની ડિગ્રી વગર પણ લોકોની સારવાર માટે ક્લિનીક ખોલીને બેઠેલા છે.ડીડીઓ સ્વપ્રિલ ખરે,બોગસ તબીબ સામે કાર્યવાહી કરવા તાકીદ ત્યારે ગુરુવારે ધાનેરાના તાલુકા હેલ્થ ઓફીસર લક્ષ્મીકાંત એન.સોમાણીએ તપાસ કરતાં થાવર ગામે જોયતાભાઈ પાતાભાઈ પટેલ (રહે.ભીલવાસ થાવર,તા. ધાનેરા) ના મકાનમાં ભાડેથી રમેશભાઈ પ્રભાષભાઈ બિા ઉર્ફે રમેશ બંગાળી (રહે- થાવર) છેલ્લા 20 વર્ષથી ખાનગી પ્રેકટીસ કરે છે.જેથી આયુષ મેડીકલ ઓફીસર તથા તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ દેવાભાઈ બી. રજ્જા પાવર ગામે પહોંચી રમેશભાઈ પ્રભાષભાઈ બિશ્વાને ત્યાં પહોંચતા તે પ્રેકટીસ કરતો જોવા મળ્યો હતો.તેની પાસે તબીબી લાયકાતની ડીગ્રી અંગેના સર્ટી માંગતા તેમની પાસે કોઇ પણ જાતનુ મેડિકલનુ ડીગ્રી સર્ટીફીકેટના હોવા છતાં છેલ્લા ઘણા સમયથી પાવર ગામે તબિબી પ્રેકટીસ કરી દવાખાનુ ચલાવતો હતો દવાખાનામાં તપાસ કરતાં અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ તબીબી સાધનો પણ મળી આવ્યા હતા.જેથી તાલુકા આરોગ્ય અધિકારીની ટીમે તમામ સાધનો,દવાઓ સાથે ડીગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી ધાનેરા પોલીસના હવાલે કર્યો હતો.