જૂનાગઢ જિલ્લા ના કેશોદ શહેર માં છેલ્લા વિસ દિવસ થી વ્યાજખોરોના ત્રાસ થી કંટાળેલા ત્રણ સંતાનો ના પિતાએ મોત ને વહાલું કરી લેતા સમગ્ર તાલુકા ભર માં આ સમાચારે ખૂબ સર્ચા જગાવી હતી ત્યારે આજે કેશોસ પોલીસ દ્વારા આ વ્યાજખોરી કરતા ઈસમો ને ઝડપી લેવામાં આવ્યા હતા 

મૂર્તક કિશનભાઈ એ ત્રણ સંતાનો ના પિતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા જ્યારે મૃતક ના પિતા દ્વારા જણાવાયું હતું રૂપિયા બે લાખ નું રોજનું એક હજાર વ્યાજ મેળવવાની સાથે   વધુ એક લાખ ની માગણી કરવામાં આવી રહી હતી તેમજ ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરતા હોય અને મરવા માટે મજબૂર કરતા આ વ્યાજખોરો ના ત્રાસ થી કંટાળી ને  મારા દીકરાએ મોત ને વહાલું કર્યું છે .ત્યારે પોલીસ સમક્ષ તાત્કાલિક ન્યાય ની માગ કરી હતી જ્યારે કેશોદ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી અને તાપસ નો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો હતો જેમાં આજે કેશોદ પોલીસ દ્વારા બંને વ્યાજખોરો ને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં ભાયાભાઈ ઉર્ફે (જગમાલભાઈ માળદેભાઈ મારું ગામ પસવારી તા.કુતિયાણા અને માલદેભાઈ કેશુભાઈ ઓડેદરા ગામ કેશોદ આ બંને ને કેશોદ પોલીસ સ્ટેશન ના dysp બી.સી ઠક્કર psi બી.બી કોળી ,હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી ,અમરાભાઈ જુજીયા,રવિભાઈ ધોળકિયા,રંજીતભાઈ ડાંગર,સંજયસિંહ ઝાલા,ઋષિતભાઈ પટેલ ,રોનાકભાઈ ડાંગર સહિત ના પોલીસ સ્ટાફે ગુના ની ગંભીરતા ને ધ્યાન માં રાખી ટેકનોલોજી નો ઉપયોગ કરી વ્યાજખોરો ને ઝડપી લઈ ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે