અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુન્હાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

આરોપી છેલ્લા ૨૯ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, અને પોતાનું તથા પોતાની પત્નીનું નામ બદલી ગોધરા મુકામે રહેતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગોધરા મુકામેથી મજકુર બન્ને લીસ્ટેડ આરોપીઓને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) મનુજી ઉર્ફે મનુભાઇ અમરસિંહ ડાભી (રાજેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલા), ઉ.વ.૬૭, રહે. ઝુલાસણા, તા.કલોલ,જિ.મહેસાણા રહે.હાલ ગોધરા, ૩૯૧ સત્યમ કો.ઓ.સોસાયટી, બાંમરોલી રોડ, વાવડી, બુઝુર્ગ તા.જિ.પંચમહાલ (ગોધરા)

(૨) રમાબેન વા/ઓ. મનુજી ઉર્ફે મનુભાઇ અમરસિંહ ડાભી (રમીલાબેન રાજેન્દ્રસિંહ વાઘેલા), ઉ.વ.૫૮, રહે. ઝુલાસણા, તા.કલોલ,જિ.મહેસાણા રહે.હાલ ગોધરા, ૩૯૧ સત્યમ કો.ઓ.સોસાયટી, બાંમરોલી રોડ, વાવડી, બુઝુર્ગ તા.જિ.પંચમહાલ (ગોધરા)

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.