સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ પ્રાથમિક શાળા ડીસાના ધોરણ ૧ થી ૪ વિભાગમાં તારીખ ૨૫/૨/૨૩ શનિવારના રોજ સવારે ૮:૦૦ કલાકે નાના બાળકોનો રમતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અશ્વિનભાઈ પટેલ, ડીસાના વેપારી ભાવિકભાઈ એલ. માળી, ફિઝિયોથેરાપિસ્ટ સ્મિતાબેન એમ.મોઢ અને બિલ્ડર શ્રી કમલેશભાઈ આર. ઠક્કર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.નિર્ધારિત સમયે એટલે કે સવારના ૮:૦૦ વાગે કાર્યક્રમના શ્રી ગણેશ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યા. દીપ પ્રાગટ્ય કર્યા બાદ સરસ રીતે સુશોભિત કરેલ સ્ટેજની ઉપર મહેમાનોને બેસાડવામાં આવ્યા. સંગીતના સુમધુરતાલ સાથે અષ્ટાદશી શ્લોકથી વાતાવરણને ઘડીક પળ શ્રીકૃષ્ણ પ્રેમમય બનાવ્યું.અષ્ટાદશી શ્લોક બાદ મહેમાનોનું નાની બાલિકાઓ દ્વારા સુમધુર સ્વાગત ગીતથી ગુલાબની પાંખડીઓથી સ્વાગત કરવામાં આવ્યું. આ સ્વાગત ગીતના માર્ગદર્શક સંગીતાબેન ઠક્કર અને શીતલબેન જોશી હતા. મહેમાનોનો પરિચય મુખ્ય શિક્ષક શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા અપાયા બાદ પધારેલ મહેમાનોને પુષ્પગુચ્છ અને પુસ્તકથી નવાજવામાં આવ્યા.રમતોત્સવમાં ધવ્જારોહણ પણ એક આગવું પાસું રહ્યું છે,જે અંતર્ગત ધ્વજપોલ પર મહેમાનના હસ્તે રમતનો ધ્વજ ખુલ્લો લહેરાવવામાં આવ્યો. મસાલ દોડ ન હોય તો જાણે રમતોત્સવ અધૂરો લાગે. મસાલ એ દિવ્ય પ્રકાશનું પ્રતીક છે. મસાલમાં રહેલા ધૂપથી વાતાવરણ સુગંધમય બને છે વ્યાયામવીરોના સાથથી મસાલ દોડ કરાવવામાં આવી."સૂર્યનમસ્કાર એ સર્વાગી વ્યાયામની ગરજ સારે છે.." એ ઉક્તિને સાર્થક કરતાં ધોરણ ચારના બાળકોએ પીળી ટી-શર્ટમાં સજ્જ થઈ સંગીતના સુમધુર તાલ સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા.આ સૂર્યનમસ્કારના માર્ગદર્શક પ્રહલાદભાઈ જોશી હતા. આ રમતોત્સવ કાર્યક્રમમાં રાણી લક્ષ્મીબાઈના જીવન આધારિત મરાઠી નૃત્ય પણ ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવ્યું, નૃત્યની સાથે સાથે બાળકોને સળગતી રિંગમાંથી પણ પસાર કરીને દિલધડક દ્રશ્યો પણ રજૂ કરવામાં આવ્યાં. નૃત્યના માર્ગદર્શક તરીકે રમીલાબેન ચૌધરી અને મિતલબેન ચૌધરી હતાં.બાળકો આનંદીત થાય, તાલબધ્ધ ક્રિયાને સમજે, તેમનામાં સંયમ/શિષ્ટ આવે તે હેતુથી ધોરણ ત્રણ અને ચારના બાળકો માટે માર્ચપાસ્ટ રાખવામાં આવી હતી. જેમાં રમતને અનુલક્ષીને વિવિધ વેશભૂષા જેવી કે મેજર ધ્યાનચંદ,હિમાદાસ,ગીતા ફોગટ, મીરાબાઈ ચાનુ,સચિન તેંડુલકર,પી. ટી. ઉષા, નીરજ ચોપરા,સરિતા ગાયકવાડ..ટીમ બનાવીને એ ટીમના નામ અનુસાર બાળકોને વેશભૂષામાં સજ્જ કરીને એ નામ સાથેના સ્ટેન્ડ બેનર અને મ્યુઝિકની તાલબધ્ધ રીતે માર્ચ પાસ્ટ કરાવવામાં આવી હતી.સૌ બાળકો ધ્વજ આગળ જઈ સલામી આપતા ત્યારે અત્યંત ખુશ દેખાતા હતા. ધોરણ એક અને બે ના બાળકોએ પણ વર્ગની આગળ વિવિધ વેશભૂષા સજીને બેઠાં હતાં. જેમાં ઝવેરચંદ મેઘાણી,સુભાષચંદ્ર બોઝ,સરદાર પટેલ,સ્વામી વિવેકાનંદ,છત્રપતિ શિવાજી,રાણી લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ,ભગતસિંહ નામ પસંદ કરવામાં આવ્યાં હતાં. આ માર્ચ પાસ્ટના માર્ગદર્શક તરીકે તમામ શિક્ષક મિત્રો રહ્યા હતા.મહેમાન શ્રી નું ઉદબોધન થયા બાદ તેમના જ દ્વારા રમતોત્સવ ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. હવામાં ફુગ્ગા લહેરાવીને,શાંતિના દૂત તરીકે ઓળખાતા કબૂતરને મુક્ત ગગનમાં છોડીને,ફટાકડા ફોડીને કાર્યક્રમને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો ત્યારે ઉપસ્થિત સૌએ આ કાર્યક્રમને તાળીઓના નાદથી વધાવી લીધો હતો. સૌપ્રથમ દર્શનીય રમતો ધોરણ વાઈઝ શરૂ કરવામાં આવી. જેમાં લોટફૂંક,લીંબુ ચમચી, સંગીત ખુરશી, રસ્સાખેંચમાં બાળકો વિવિધ રંગબેરંગી પોશાકમાં સજ્જ થઈ રમતાં હતાં ત્યારે વાતાવરણ દર્શનીય અને મનમોહક લાગતું હતું. આ દર્શનીય રમતો પૂર્ણ થયા બાદ અલગ અલગ મેદાન ઉપર જઈને બાળકો દોડ, બિંદી લગાવવી, વજન ઉચકવવું, નિશાન બાજી,માટલા ફોડ, જલેબી ખાવી, લીંબુ ચમચી,વન મિનિટ શો,ફુગ્ગાફોડ, કબડ્ડી,દોરદાકૂદ ,લાંબી કૂદ વગેરમાં બાળકોએ મુક્ત રીતે રમીને આનંદ મેળવ્યો હતો.આ રમતોત્સવમાં કન્વીનર તરીકે પ્રવીણભાઈ નાઈ અને કાર્યક્રમનું સફળ સંચાલન કલ્પેશભાઈ માળી, બિનલબેન ઠક્કરે કર્યુ હતું.સેવક ભાઈઓ અને દરેક શિક્ષક મિત્રોના સહિયારા સાથથી કાર્યક્રમ સફળ રહ્યો હતો...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं