પાલનપુર માર્ગ મકાન વિભાગ સ્ટેટ હસ્તક કરોડો રૂપિયાના ખર્ચે ડામર રોડ, નાળા,, બોક્સ નાળા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે અહીં મોટા ભાગ ના કામો ગેરનીતિ થયાના એહવાલો સૂત્રો મુજબ પ્રાપ્ત થયા છે આ તમામ કામો ગેરન્ટી હોવા છતાં અમુક જગ્યા ખાડા અને રોડ તૂટી ગયા હોવાની બુમ ઉઠી છે

   કોન્ટ્રાક્ટર અધિકારીની મિલીભગતથી હલકી ગુણવત્તાનું કામ કરી ભ્રષ્ટાચાર આદરી હોવાની વિગતો બહાર આવી છે 

   ડીસા તાલુકા સમૌ ગામ જોડે પાલનપુર માર્ગ મકાન વિભાગ સ્ટેટ બનાવવામાં આવતા નાળા ના કામમાં હલકી ગુણવત્તાનું કામ ચાલુ હોવાની બુમ ઉઠી છે કોન્ટ્રાકટર અને અધિકરીઓ ની મીલીભગત થી હલકી કક્ષાનું કામ કરીને ભ્રષ્ટાચાર થતો હોવાની આશંકા સેવાઈ રહી છે