ગુજરાત સરકારની રાષ્ટ્રીય અને બાળવિકાસ યોજના

ઉનામાં રહેતા ગરીબ પરિવારના ત્રણ બાળકો જે જન્મજાતથી જ મૂંગા હોય તેમને ગુજરાત સરકારની બાળ વિકાસ કલ્યાણકારી યોજના દ્વારા રૂ. 12 લાખના ખર્ચે સફળ ઓપરેશન કરીને બોલતા થતા એક પણ રૂપિયાના ખર્ચ વગર પીડિત બાળકના પરિવારમાં ખુશી જોવા મળી હતી.ઉનામાં ગરીબ અને મધ્યમ પરિવારના ત્રણ બાળકો મહેક, ઓન અને પાર્થ જે જન્મજાતથી જ મૂંગા અને બહેરા હોય તેમની જાણ પરિવારને થતા પરિવાર ઉપર મુસીબતનો આભ ફાટી પડ્યો હોય તેવી સ્થિતિમાં મુકાઈ ગયાં હતા. તેનાં પરિવાર દ્વારા અનેક હોસ્પિટલમાં આ બાળકોને બતાવવામાં આવ્યા, પરંતુ તેમનો ઓપરેશનનો ખર્ચ રૂ. 10થી 12 લાખનું હોવાના કારણે પરિવાર આટલો ખર્ચ કરી ન શકે તેથી પરિવારને બાળકોની સતત ચિંતા થયા કરતી હતી.એવામાં પીડિત બાળકનો પરીવાર ઉના તાલુકા હેલ્થ ઓફિસર વિપુલ દુમાતરના માર્ગદર્શન હેઠળ કાર્યરત રાષ્ટ્રીય બાળ વિકાસ કાર્યક્રમની ટીમના ડોક્ટર તુષાર બારૈયા દ્વારા જન્મજાત બહેરા, મુંગા બાળકોનું ઓપરેશન (કોકલિયર ઈમ્પ્લાન્ટ) રોગથી પીડિત બાળકોને તદ્દન મફતમાં સરકાર દ્વારા ઓપરેશન કરી આપવામાં આવે છે.વિગત જાણવા મળતા જેમની સંપૂર્ણ વિગત મહેક, ઓન અને પાર્થના માતા પિતાને ઉના તાલુકા હેલ્થ વિભાગની ટીમ દ્વારા સમજણ આપવામાં આવી ત્યારબાદ આ ત્રણેય બાળકોનું અમદાવાદ સોલા હોસ્પિટલ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ ઓપરેશનનો એક બાળકનો ખર્ચ રૂ. 12 લાખ જેટલો થાય છે, તે સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર પ્રજાલક્ષી અભિગમ અને વિદ્યાર્થી હિતમાં ચાલતા શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાડૅ દ્વારા આ ઓપરેશન કરાવવામાં આવ્યું હતું.જેમનો ખર્ચ સંપૂર્ણ ગુજરાત સરકારના રાષ્ટ્રીય બાળ વિકાસ યોજના હેઠળ સંપૂર્ણ ફ્રીમાં ઓપરેશન કરાવવામાં આવ્યા. આજે મહેક અને પાર્થ છ મહિનાથી એક વર્ષ સુધી સ્પીચ થેરાપી આપવામાં આવી રહી છે. જેના માધ્યમથી હાલ આ ત્રણેય બાળકો સાંભળી અને બોલી શકે છે. સ્કુલમાં અભ્યાસ પણ કરી રહ્યા છે. આ ત્રણેય પરિવાર દ્વારા ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. મહેક, ઓન અને પાર્થના પરિવારમાં ખુશી અને આનંદની લાગણી જોવા મળી હતી.