ખંભાત તાલુકાના ઉંદેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલની રજુઆત બાદ ડૉ. આર.જે.દલવાડીની નિમણુંક કરાઈ હતી.જો કે ડૉક્ટર આર.જે.દલવાડીના બઢતી (પ્રમોશન) છેલ્લા અંદાજીત ૨ વર્ષથી અટક્યું હતું જેઓનું પ્રમોશન થઈ જતા પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી છે.
ખંભાત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોકટર પદે ઉમદા સેવા બજાવનાર ડૉ.આર.જે.દલવાડીની રાસ ત્યારબાદ ઉંદેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિમણુંક કરાઈ હતી.બીજા દિવસે આર.એમ.ઓ પદે આણંદ જનરલ હોસ્પિટલમાં બઢતી(પ્રમોશન) થઈ છે.જેઓને તાત્કાલિક ધોરણે ફરજ પણ થવા જણાવાયું છે.
(સલમાન પઠાણ-ખંભાત)