લોક દરબારમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ :- 

મા.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,

મા.ગૃહપ્રધાન હર્ષ સંઘવી, 

મા.સાંસદશ્રીઓ, 

મા.ધારાસભ્યશ્રીઓ, 

અમદાવાદ શહેર મેયર શ્રી,

મા.કોર્પોરેટર શ્રીઓ, 

અમદાવાદ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ,

મા.પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવ, પોલીસ,

વિભાગ ના I.P.S, કક્ષાના અધિકારી,

DCP અને ACP કક્ષા ના અધિકારીઓ,

AMC ના ઉચ્ચ કક્ષા ના અધિકારીઓ,

ગુજરાત સરકાર તરફથી જરૂરિયાતમંદ પરિવારો ને પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ ની આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત અમદાવાદ ના સાયન્સ સિટી ખાતે આજ રોજ ધિરાણપત્ર વિતરણ લોકદરબાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું,

આજ ના લોકદરબાર ધિરાણપત્ર વિતરણમાં અમદાવાદ શહેરમાં લારી અને ફેરી કરતાં નાના ધંધા રોજગાર સાથે જોડાયેલ અને પોતાનું ગુજરાન ચલાવતા જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે ખાસ ગુજરાત સરકારની આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ આર્થિક સહાય મળી રહે અને જે કોઈ લાભાર્થીઓ ને આ સહાય મેળવેલી હોય એ સૌ લાભાર્થીઓ ને આજ રોજ તારીખ ૨૫ ફેબ્રઆરી ૨૦૨૩ ના રોજ મા.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મા.ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ધિરાણપત્ર આપવામાં આવ્યા હતા, 

આ લોકદરબાર આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓ ને ધિરાણપત્ર વિતરણ કાર્યક્રમમાં પોલીસ વિભાગના ઉચ્ચ અઘિકારીઓ સહિત પોલીસ વિભાગ ના કર્મચારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશન ના અધિકારીઓ અને કર્મચારીઓ ની મુખ્ય ભૂમિકા મહેનત રંગ લાવી હોય એવા દ્રશ્યો સાયન્સ સિટી હૉલ માં જોવા મળ્યા હતા,

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, ઇન્ડિયન ઓવારસીઝ બેંક, યુનિયન બેંક તથા અન્ય સરકાર હસ્તક બેંક દ્વારા ગુજરાત સરકારના ઉપક્રમે અમદાવાદ શહેર ના કુલ ૪૦૦૦ રોડ સ્ટ્રીટ વેન્ડર્સ લાભાર્થીઓને ૬ કરોડ ૭૨ લાખ નું લોન ધિરાણની ફાળવણી યોજના નો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડરો જોડાયા હતા,

આ યોજના માટે કાર્યક્રમમાં લાભર્થીઓ સુંધી પહોંચવા પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનના ઝોન અને વિસ્તાર મુજબ તથા કોર્પોરેશન દ્વારા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઝોન મુજબ કામગીરી કરવામાં આવેલ હતી જેના આધારે આ કાર્યક્રમમાં હાજર લાભાર્થીઓ સુંધી બેંક, પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના તમામ સરકારી કર્મચારીઓને ઓ ને સુગમતા અને ઉત્સાહ સાથે કામગીરી કરી ગુજરાત સરકારના આ ઉપક્રમ ને સફળ બનાવવામાં સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો હતો,

 આજ ના ગુજરાત સરકાર ના આ ઉપક્રમ ને પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મિડિયા અને સોશિયલ મિડિયા સાથે જોડાયેલ પત્રકારો એ ગુજરાતમાં ઘર ઘર સુંધી આ સંદેશ પહોંચાડવા ની ફરજ નિભાવી હતી.

Report by :- Keyur Thakkar

Ahmedabad