અમૃત ભારત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર ની મોદી સરકારે ગુજરાત ના ૧૦ રેલવે સ્ટેશનો ને અત્યાધુનિક સુવિધા સંપન્ન બનાવવાની યોજના બનાવી છે તેમાં મારા સંસદીય મતવિસ્તાર એવા સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર રેલવે સ્ટેશન નો પણ સમાવેશ થાય છે હું આ ઉમદા કાર્ય માટે માન.શ્રી નરેન્દ્રભાઇ મોદી જી નો હૃદયપૂર્વક આભારી છુ.
લોકોના હિત માટે રેલવે સ્ટેશન ને અત્યાધુનિક ટેકનોલોજી થી જોડીને સુવિધા સંપન્ન બનાવવા ની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે હેતુ થી રેલવે અધિકારીઓ ની એક ટીમ આજે અમદાવાદ થી આવીને હિમતનગર રેલવે સ્ટેશન ની મુલાકાત લીધી આશા છે સાબરકાંઠાના નાગરિકોને હિંમતનગર થી રાષ્ટ્રીય કક્ષાની સગવડો ખૂબ જ જલદી ઉપલબ્ધ થશે.