રોટરી ક્લબ ડિવાઈન દ્વારા આંખોની તપાસ..
રોટરી ક્લબ ડીવાઈન ડીસા દ્વારા ધોરણ 1થી 8 ના 280 વિદ્યાર્થીઓની ડૉ.ચિરાગ મોદી દ્વારા બાળકોને આંખોની તપાસ કરવામાં આવી અને બાળકોની આંખોનું તેજ વધે તે માટે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ. બિનલબેન માળી, મંત્રી હિનલબેન અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન અરુણાબેન શર્મા તેમજ ડો.વર્ષાબેન, કાંતાબેન,વીણાબેન, ફાલ્ગુનીબેન, શાળાના પ્રિન્સિપાલ તેમજ શિક્ષક ગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ જે. ડી.અજબાણી સર્વોદય પ્રાથમિક શાળા ડીસા ખાતે યોજાયો હતો...