બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે. જ્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન સામે બે ગાડીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. જ્યારે અકસ્માતના પગલે લોકો અક્સ્માત સ્થળે એકઠા થયા હતા. 

અંબાજી પોલીસ સ્ટેશન સામે અકસ્માત સર્જાતા અકસ્માતનો અવાજ સાંભળી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અંબાજી પોલીસ સ્ટેશન સામે સર્જાયેલ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી. જ્યારે ડ્રાઇવરને સામાન્ય ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંબાજી પોલીસ સ્ટેશન સામે મારુતિ વેન સહિત અન્ય એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં બંને કારને નુકસાન થવા પામ્યું હતું. જ્યારે સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી.