શારજહા યુનાઈટેડ આરબ અમીરાત અલ્થીકાહ ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ ઓપન પેરા એથ્લેટિકસમાં ભાવનાબેન અજબાભાઈ ચૌધરી ગામ-ધાણા,તાલુકો-લાખણી,જિલ્લો-બનાસકાંઠએ શોર્ટપૂટ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી દેશ ગુજરાત તેમજ જિલ્લા અને તાલુકાનું ગૌરવ વધારેલ છે.અગાઉ ભાવનાએ 2017માં નેશનલમાં સિલ્વર મેડલ અને વર્ષ 2019,2020 અને 2021માં ગોલ્ડ મેડલ વિજેતા રહી હતી.