વર્તમાન સમયમાં લોકો ઓનલાઇન ફોર્ડ અને સોશિયલ મીડિયા ના પ્લેટ ફોર્મ પર તેમજ બજારમાં વેપારીઓ દ્વારા લોકો માં છેતર પિંડી ના ભોગ બનતા હોય તેવા બનાવો વારંવાર બનતા હોય છે ત્યારે આવા બનાવો રોકવા તેમજ લોકો માં જાગૃતતા આવે તે માટે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યા સંકુલ ખાતે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયબર ક્રાઇમ માંથી શૈલેષભાઈ અને મુકેશભાઈ તેમજ ગ્રાહક સુરક્ષા માંથી ગુણવંતભાઈ અને આનંદ ભાઈ, દિયોદર પી. એસ. આઈ હાર્દિક ભાઈ દેસાઈ, સંસ્થાનાં પ્રમુખ શ્રી ડાયાભાઈ પટેલ, સમગ્ર સ્ટાફ ગણ અને વિધાર્થીઓ હાજર રહ્યાં હતાં. સાયબર ક્રાઇમ માંથી પધારેલ સાહેબ દ્વારા લોકો ને ઓનલાઇન ફોર્ડ ના ભોગ કેવી રીતે બને છે અને તેનાં માટે જરૂરી તકેદારી ની સમજૂતિ આપવામા આવી હતી. તેમજ ગ્રાહક સુરક્ષા માંથી પધારેલ સાહેબ દ્વારા ગ્રાહકોના હકો તેમજ ફરજો વિશે સંપુર્ણ માગૅદશૅન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શ્રી તપસ્વી વિદ્યાલય, તપસ્વી આર્ટ્સ કોલેજ, તપસ્વી એસ. આઈ કૉલેજ અને તપસ્વી નર્સિંગ કૉલેજ ના વિધાર્થીઓ હાજર રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ગોપાલ ભાઈ કાપડી અને આભાર વિધિ પ્રો. શામળભાઈ નાઈ દ્વારા કરવામા આવી હતી....