આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શ્રી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે ભાવનગરના યોગ કોર્ડીનેટર ડો. રિદ્ધિ પિનાકીન માંડળીયા દ્વારા યોગ સંવાદ નો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં કોચ શ્રી હેતલબેન રાઠોડ તેમજ રાજેશ્રીબેન અને તુષારભાઈએ ખુબ સરસ યોગ અભ્યાસ કરાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. બાળકોએ આરોગ્ય લક્ષી તેમજ જીવનમાં યોગનું મહત્વ શું છે માર્ગદર્શન મેળવ્યું શાળાના આચાર્યશ્રી રણજીત સરે કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહકાર આપ્યો.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી