સુરત જિલ્લા એલસીબી પોલીસે બેંકના કાર્ડ સ્વાઇપ મશીનથી છેતરપીંડી કરી નાણાં પડાવતી ગેંગના બે આરોપીને ને.હા થી પર્વત પાટીયા જતા રોડ પરથી ₹. 2.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પીઆઇ બી.ડી શાહના માર્ગદર્શન હેઠળ ગુના શોધક કામગીરી કરી રહેલા પી.એસ.આઈ એલ.જી રાઠોડને મળેલી બાતમી અને હકીકતને આધારે એલસીબી સ્ટાફ દ્વારા ને હા નંબર 48 થી પર્વત પાટીયા જતા રોડ પર વોચ ગોઠવી બાઈક પર સવાર બે ઇસમોને ઝડપી પાડયા હતા.પકડાયેલા બંનેની પૂછતાછ કરતા (1) દિનેશ હમીરશીંગ રાવ પ્લોટ નંબર ૯૧ રેણુકા ભવન અર્ચના સ્કૂલ બોમ્બે માર્કેટ વરાછા સુરત (2) હિતેન્દ્ર પાલ બળવંતસિંહ રાવ ફ્લેટ નંબર 90 સ્વામી નારાયણ નગર સોસાયટી ત્રિકમ નગર વરાછા રોડ સુરત હોવાનું જણાવ્યું હતું.પકડાયેલા બંને પાસેથી અલગ અલગ બેંકના સ્વાઈપ મશીન,એટીએમ કાર્ડ તેમજ ડેબીટ કાર્ડનો જથ્થો મળી આવ્યો હતો.પકડાયેલા બંને સાથે અન્ય ત્રીજો ગેંગમાં સામેલ સાગરીત અને બેંગલોર ખાતે રહેતો હુકમસીંગ સાથે મળી બેંકના વાઈફાઇ કનેક્ટ કાર્ડ સ્વાઈપ મશીનથી લોકો સાથે છેતર પીંડી કરી નાણાં પડાવતા હતા તેમજ છેતર પીંડી કરી નાણાં પડાવનારને કાર્ડ અને સ્વાઈપ મશીનો પૂરા પા હતા.અને તેઓ પણ એટીએમ કલોનીગ કરી નાણાં પડાવતા હતા. એલસીબી પોલીસે પકડાયેલા બંને પાસેથી અલગ અલગ બેંકના 10 સ્વાઈપ મશીન,અલગ અલગ બેંકના 24 નંગ ડેબીટ,ક્રેડિટ તેમજ એટીએમ કાર્ડ,2 લેપટોપ,ડોંગલ,સીડી,કોર બેંકની ચેક બુક,ત્રણ નંગ મોબાઇલ,નંબર વગરની બજાજ પલ્સ બાઈક તેમજ અન્ય મળી કુલ ₹2.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.