સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના મારૂતીનગર વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન એક ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથીયાર) સાથે પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
હથીયાર ધારા મુજબના ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઇસમોને તત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, આવા ઇસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચના અન્વયે સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓએ હથીયાર ધારા મુજબના ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઇસમોને તત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, આવા ઇસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અનુસંધાને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની ની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન પેટ્રોલીંગમાં ફરતા ફરતા મારૂતિનગરમાં વાલ્મીકીનગર પાસે પહોંચતા એક ઇસમ પોતાના હાથમાં લાકડાના હાથાવાળુ હથિયાર લઇને જતો હોય તેવી શંકા લાગતા મજકુર ઇસમને ઉભો રાખી જોતા મજકુર ઇસમ પાસે રહેલ હથિયાર દેશી હાથ બનાવટની લાક્ડાના હાથા વાળી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) હોય, તે ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથીયાર) સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપોની વિગતઃ
યાસીનભાઇ હબીબભાઇ ચૌહાણ ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.સાવરકુંડલા, જુના બસ સ્ટેશન પાસે ખાટકીવાડનુ નાકુ તા.સાવરકુંડલા જી.અમરેલી,
મજકુર પકડાયેલ ઇસમના કબ્જામાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક (અગ્નિશસ હથીયાર) પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલી
સ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા એ.એસ.આઇ. એચ.પી.ગોહિલ, પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ,, દ્રારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી