માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને હર્ષદા શરદચંદ્ર વકીલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 'માતૃભાષા મહોત્સવ' નું આયોજન કરાયું છે. જે અંતર્ગત ડીસાની લીઓ પ્રાથમિક શાળા ખાતે વ્યાખ્યાન તેમજ સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરાયું હતું.

જેમાં ઉપસ્થિત આગેવાનોએ માતૃભાષાની વર્તમાન સ્થિતિ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃતમાં જાણકારી આપી હતી. સાથે જ માતૃભાષાના વિકાસ થકી જ સ્વયંમનો વિકાસ થઈ શકે છે તે માટે માતૃભાષાને બચાવવા માટે અને તેના વિકાસ માટે શું કરી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સિગ્નેચર કેમ્પઈનમાં હજારો વિદ્યાર્થીઓએ સિગ્નેચર કરી માતૃભાષાના વિકાસ માટેની પ્રતિબદ્ધતા બતાવી હતી.

આ કાર્યક્રમના વક્તા અને યુવા લેખક કિશોર ત્રિવેદી 'થરાદરી' એ માતૃભાષા વિશે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમના સંયોજક નીલમ વકીલ, નિમંત્રક આશ્લેશાબે વકીલ, ટ્રસ્ટી પ્રિયંકા ત્રિવેદી સહિત આચાર્ય અને શિક્ષકો વગેરે હાજર રહ્યા હતા. હર્ષદાબેન દ્વારા બાળકોને નોટબૂક અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.