સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં મોમાઇપરા વિસ્તારમાં જુના ગાધકડાના રસ્તે ભાવેશભાઇ પ્રેમજીભાઇ માના રહેણાંક મકાનની પાછળ નેરડામાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ

 સાવરકુંડલા મોમાઇપરા વિસ્તારમા જુના ગાધકડાના રસ્તે રહેતા ભાવેશભાઇ પ્રેમજીભાઇ મારૂના રહેણાક મકાન પાછળ આવેલ નેરડામાંથી બાતમી વાળી જગ્યાએથી ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ MCDOWELLS NO-01 COLLECTION WHISKY FOR SALE IN PUNIAB ONLY લખેલ ૧૮૦ એમ એલ ની કંપની રીંગપેક કાચની બોટલો નંગ-૪૦ કિ રૂ.૪૦૦૦/- તથા ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ ALL. SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY FOR SALE IN PUNIAB લખેલ ૧૮૦ એમ એલ ની કંપની રીંગપેક બોટલ નંગ-૪૬ કી.રૂ.૪૬૦૦/- મળી કુલ કી.રૂ કી રૂ ૮,૬૦૦/- નો પ્રોહિ મુદ્દામાલનો જથ્થો પકડી પાડી આરોપી ભાવેશભાઇ પ્રેમજીભાઇ મારૂ રહે. મોમાઇપરા વિસ્તારમાં જુના ગાધકડાના રસ્તે જી.અમરેલી વાળા વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની  તથા પો.સ.ઇ કે.બી.ગઢવી  તથા એ એસ.આઇ. એચ.પી.ગોહિલ તથા પો.કોન્સ જીતુભાઇ ગોબરભાઇ તથા પો.કોન્સ. રમેશભાઇ બીજલભાઇ તથા પો.કોન્સ ચિંતનકુમાર કનૈયાલાલ દ્રારા કરવામાં આવેલ